STORYMIRROR

Alpa Vasa

Drama

3  

Alpa Vasa

Drama

મૌન મારી સખી

મૌન મારી સખી

1 min
140

મૌન મારી સખી 

ન રાવ, ન ફરિયાદ 

ન યાદ ફરી ફરી

મૌન, મારી સખી. 


શબ્દોની ગૂંથણી 

સમયની રમત

હું થાકી, ફસાતી

મૌન, મારી સખી. 


સહુની સાથે હસું

એકલી જ લઉં રડી

કોને કહું વ્યથા મારી 

મૌન, મારી સખી. 


ન સાલે હવે એકલતા

માણું હું મુજ એકાંત

સાથે છે મારી સંગિની

મૌન, મારી સખી. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama