માયાજાળ
માયાજાળ


પસ્તાવો જરા નહીં મનમાં,
કોણ ભૂલ સ્વીકારે અહીં.?
રંગ બદલતી કેવી દુનિયા,
ખોટા આક્ષેપો લગાવે અહીં.!
ચાલ બંને સરખી ચાલે,
નાદાન કોઈ નથી અહીં..!
પ્રેમ રમત નથી છતાં,
લોકો રમત માને અહીં.!
રમતા રમતા દિલ હારશે,
સમજણ કેમ નથી અહીં.?
ના રમો રમત સમજી,
લાગણીઓની જુઠ્ઠી માયા રચી.!
પછી થશે પીડા અસહ્ય,
ખુદના અસ્તિત્વને ખોવી અહીં.