માય ડાયરી ડે ટુ - ૨૬ માર્ચ ૨૦૨૦
માય ડાયરી ડે ટુ - ૨૬ માર્ચ ૨૦૨૦




બીજો દિવસ તો કહે ચાલ હવે,
ઘરના કામ તારે કરવાનો હવે,
મમ્મી એ આપ્યું છે લિસ્ટ કામનું ચાલ હવે,
મને આવડે એ કરીશ એ કીધુ મે એને,
બહાનું બનાવવાની તક નથી આજે,
કારણ વગર ક્યાં જઈશ તો હવે,
જૂની યાદોને વિડિયો દ્વારા તાજી કરી,
યાદોની વણઝાર તાજી કરી આવે,
ચોવટ કરવી માટે એના વગર ના ફાવે,
બીજો દિવસ પસાર થયો જાણે,
ઝરણા પસાર થતાં પહાડમાંથી,
કુદરતની સૌંદર્યતા ને ચાહે !