માવઠું
માવઠું
અણધાર્યો મારા આંગણે તું આવી ગયો,
માવઠું બની આજ અનરાધાર વરસી ગયો,
તરસ હતી મને વર્ષોવર્ષ ચાતક બનવાની,
અચાનક જ વરસીને તું મને ભીંજવી ગયો,
તરસી રહેલા મનને થયો તારો રૂહાની સ્પર્શ,
મારાં હૃદયના તાર આજે તું ઝણઝણાવી ગયો,
મળી તારી સ્નેહ નીતરતી નજરથી નજર,
સમયના દરેક ઘાને આજે તું રૂઝાવી ગયો,
વેરાન હૃદયમાં ફરીથી લાગણીઓ ખીલી ગઈ,
જિંદગીભરનું એવું સંભારણું તું આપી ગયો.

