કાફી હતું
કાફી હતું
મેં ક્યાં કહ્યું હતું કે,
મને તારું અંગે અંગ આપ
બસ ક્ષણ ભર પ્રેમ આપ
એ જ મારા માટે કાફી હતું.
આજે તારા શબ્દો શબ્દો મને વેતરી ગયા
જ્યારે સાચી હકીકત તારા મુખે મેં સાંભળી.
મારે ક્યાં તારી ખુશી બનીને રહેવું.
બસ તું જ મારી ખુશી છો.
જાણી તારા મુખે મારે ખુશ થવું હતું.
મેં ક્યાં કહ્યું હતું કે,
ઉંમર ભર તું મને પ્રેમ કર....
થોડી તો થોડી જ ક્ષણ
મને પ્રેમ આપ,
એ જ મારા માટે કાફી હતું.
નથી જોઈતું મારે કુદરત પાસેથી,
ધન, દોલત, રૂપિયા....
જોઈએ તો જોઈએ હૈયું ઠારવા થોડો પ્રેમ
એ જ મારા માટે કાફી હતું.
મેં તો પોતાની જાતને સ્વીકારી લીધી હતી,
જ્યારથી મળી હતી તું મને...
આજે તારા મુખે સાંભળી,
નફરત થવા લાગી મને મુજથી..
આવે છે જીવનમાં લોકો અઢળક
અને ભરતી નાવની જેમ છોડી જાય છે.
મેં ક્યાં કહ્યું હતું કે,
દરિયો ભરી મને તું ઠાર...
બસ બે બુંદ પાહી ગઈ હોત...
એ જ મારા માટે કાફી હતું.
મને આમ જ અધૂરી રાખી દઈશ
નહોતું મેં વિચાર્યું....
મેં ક્યાં તારી પાસેથી...
સોનું, ચાંદી, હિર માગ્યું...
માગ્યું તો માગ્યું ચપટી સુખ.

