પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી
પ્રેમ છે ઘરેણું મોંઘેરું જીવનમાં
એને સંભાળી આગળ વધીએ જીવનમાં
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી....!
જિંદગી મળી મીઠી અને મધુરી
રહે એ સ્નેહ વિના હંમેશા અધૂરી
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી...!
કુદરતી સૌંદર્ય છે ધરતી પર અપાર
મળે જો એમાં પ્રેમ તણો રંગ મધુર
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી....!
ધરતી પર અનેક સર્જન ઈશ્વરનાં
એમાં સૌથી માનવ પ્યારા ને ન્યારા
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી...!
પ્રેમભર્યા બે બોલ થકી બદલે જિંદગી
બાકી તો ગુમસુમ બની જાય જિંદગી
પ્રેમ થકી જ જિંદગી બને છે મધુરી.....!

