પ્રેમ કર્યો
પ્રેમ કર્યો
તારી બધી વાતોને પ્રેમ કર્યો છે.
તારી બધી આદતોને પ્રેમ કર્યો છે,
તું હંમેશા સાથે હોઈશ,
તારા વિશ્વાસને પ્રેમ કર્યો છે,
તું પહેલા રડાવે પછી મનાવે,
એ અહેસાસને પ્રેમ કર્યો છે,
જેમાં હું અને તારી વાતો હોય,
એ વાતોને પ્રેમ કર્યો છે,
તું મારી સાથે જિંદગીભર પ્રેમ કરીશ,
એવા સપનાઓને પ્રેમ કર્યો છે,
ના પૂરા થાય એવા અરમાનો સાથે,
આ અધૂરી જિંદગીને પ્રેમ કર્યો છે.

