STORYMIRROR

Monika Patel

Romance

3  

Monika Patel

Romance

પ્રેમ

પ્રેમ

1 min
154

પ્રેમ મજાની ચીજ છે, પ્રેમ વગર શું થાય ?

પ્રેમ ન હોય જગમાંહી એ જગમાંહી રહેવાય....


પ્રેમ ઝરૂખો દિલતણો રાખો હૈયે હામ,

ના દુશ્મન સૌ દોસ્ત હો એ સાચો છે પ્રેમ....


પ્રેમ સમર્પણ જાતનું રખે ભૂલતાં ભાન,

ગોપી રમતી રાસ જે સૌ સંગે છે કાન......


શું ડર હોય પ્રેમમાં પ્રેમી આપે જાન,

મીરાંને પૂછી જુઓ જેણે પીધાં વિષના પાન....


પ્રેમ રસાયણ અવનવું પીછી એની ધાર,

રગરગમાં થાય અસર દિલના ડોલે તાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance