કિનારે... કિનારે...
કિનારે... કિનારે...
થપાટ, પછડાટ કિનારે,
આરામ અવિરત કિનારે,
ખારાશ સખત કિનારે,
તરંગી મુહબ્બત કિનારે,
અવાજોની હબક કિનારે,
છૂપી કો હરકત કિનારે,
રૂદનનું એકાંત કિનારે,
હસતી હકીકત કિનારે,
સ્વાર્થી નજાકત કિનારે,
મજબૂર સુરત કિનારે,
ચ્હેરા ખુબસુરત કિનારે,
ચોરીછૂપી અલબત કિનારે,
પ્રીતનાં પારિજાત કિનારે,
કર્મ કદી હલ્કટ કિનારે,
સમયનો સૂસવાટ કિનારે,
વાર્ધક્યનો વખત કિનારે,
અધરેઅધર સખ્ત કિનારે,
કિનારો ખુદ રક્ત, કિનારે.

