પ્રેમ ઝરૂખો
પ્રેમ ઝરૂખો
પ્રેમ મજાની ચીજ છે, પ્રેમ વગર શું થાય ?
પ્રેમ ન હોય જગમાંહી એ જગમાંહી રહેવાય,
પ્રેમ ઝરૂખો દિલ તણો રાખો હૈયે હામ,
ના દુશ્મન સૌ દોસ્ત હો એ સાચો છે પ્રેમ,
પ્રેમ સમર્પણ જાતનું રખે ભૂલતાં ભાન,
ગોપી રમતી રાસ જે સૌ સંગે છે કાન,
શું ડર હોય પ્રેમમાં પ્રેમી આપે જાન,
મીરાંને પૂછી જુવો જેણે પીધાં વિષના પાન.
પ્રેમ રસાયણ અવનવું પીંછી એની ધાર,
રગેરગમાં થાય અસર દિલના ડોલે તાર.

