STORYMIRROR

HANIF MEMAN

Romance

3  

HANIF MEMAN

Romance

પ્રેમ

પ્રેમ

1 min
181

તારી સંગત વિના રહેવાતું નથી, 

પ્રેમનું દર્દ મુજથી સહેવાતું નથી,


કહેવા આવું રોજ તારી મહેફિલમાં 

મુખ ખોલું પણ કશું કહેવાતું નથી,


બેકરાર રહું છું તારો સાથ પામવાને,

હવે એકલા એકલા જીવાતું નથી,


 છલકાવી દે નજરના જામની લાગણી,

નેહ નીતરતા નયનમાં આંસુ છલકાતું નથી,


જાણું છું તું છે સુંદર ને સોહામણી, 

 જીવનમાં હવે કોઈ બીજું દેખાતું નથી,


ઘડી બે ઘડીનો નાતો નથી જોડવો મારે,

જીવનભરના સંબંધની જિદ મૂકાતી નથી,


ગઈકાલ સુધી અજાણ હતા એકબીજાથી,

આજ તારા નામ વિના મને કોઈ ઓળખતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance