શ્યામ તને મળવા
શ્યામ તને મળવા
ધબકાર કેમ ભૂલું શ્યામ તારા,
વાંસળીના સૂર છે પ્રાણ મારા,
જોવા તને નયન અધીરા,
ક્યારેક તો આપ દર્શન તારા,
પ્રેમાળ ચક્ષુ નયન તારા,
પ્રીત ભરેલા અશ્રુ મારા,
વરસાવે તારા પ્રેમની ધારા,
જોવા તને પ્રાણ અધીરા.

