STORYMIRROR

Nidhi s

Romance

4  

Nidhi s

Romance

શબ્દોની રમત

શબ્દોની રમત

1 min
632

લખવા બેસુ અને શબ્દો સંકેલાય જાય છે,

તારી યાદમાં આંખોમાંથી પાણી વહી જાય છે,


શાયરી લખતા ક્યારેક કવિતા લખાઇ જાય છે,

પણ હંમેશાં લાગણી ઉર માં જ દબાઈ જાય છે,


વિચાર કરું તો લાખો શબ્દો યાદ આવી જાય છે,

પણ જે લખવું છે એ જ ભુલાઈ જાય છે,


શાયદ એનાથી દિલને સુકુન મળી જાય છે,

પણ લાગણી વિહીન શબ્દોનો ખજાનો રહી જાય છે,


શબ્દોનું વંટોળ દિલ સાથે રમત રમી જાય છે,

પણ તારા માટે લખવા બે ત્રણ શબ્દો તો આપી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance