STORYMIRROR

Nidhi s

Romance Inspirational

4  

Nidhi s

Romance Inspirational

મારી યાદો

મારી યાદો

1 min
321

સવારથી લઈને સાંજની નિંદર સુધી,

ક્યારેક નાના ઝોકામાં પણ એ બેશરમ આવી જાય છે,


શાંત ચિત્તે પરોવાયેલા મારા મનમાં,

હલચલ મચાવી હજારો ખયાલો સ્મૃતિના ભરી જાય છે,


ક્યારેક વરસાદમાં તો ક્યારેક તડકામાં,

શિયાળાની સવારની એ ઓસની ઝાંખી કરાવી જાય છે,


આમ તો રોજ તું સતાવે છે મને એકાંતમાં,

ક્યારેક ભરી મહેફિલમાં આંખના ખૂણાઓ ભીંજાવી જાય છે,


ચા થી લઈને કોલ્ડ કોફીના એ મીઠા ઘૂંટમાં,

ક્યારેક મને સતાવવા હજારો કડવી વાણી ઠાલવી જાય છે,


પણ જ્યારે જ્યારે તું આવે છે મનમાં,

સાચું કહું છું દિલને મારા ફરી ધડકતા શીખવી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance