આભ ઝરૂખે
આભ ઝરૂખે
આંખ ઝરૂખે
સજાવી શમણાં,
અર્ધ ખુલ્લી બારીમાંથી
નિહાળું રાહ તારી,
મંદ મંદ પવનનાં સ્પર્શમાં
શોધું છું તારી આંગળીનાં
એ સ્પર્શને, અને સજાવું છું
યાદોનો ઝરૂખો,
પૂનમની રાતે
ચમકતાં ચાંદમાં નિહાળું છું,
ચહેરો તારો
આભ ઝરૂખે.

