ભાવ છે
ભાવ છે
દર્દ દિલ મહીં ને હોઠે હસીનો ભાવ છે
તારી બેવફાઈનો આ કેવો પ્રભાવ છે,
દસ્તક ન દઈશ દિલને દરવાજે પ્રેમની
વરસો થયા ને તોય હજી લીલો ઘાવ છે,
તારો બનીને કોઈ, મને તેડી જાય છે
સમજી નથી શક્યો આ કેવો લગાવ છે,
બાજી બને કે બગડે, કોને છે એ ફિકર
છે મોતની સફર, ને જીવનનો દાવ છે,
બાવા પડે દિલ હારવું એક પ્રેમ જીતવા
ઈશ્કના ખેલનો જરી નોખો સ્વભાવ છે.

