વ્યવહાર
વ્યવહાર
સંબંધ એય કેવો, જે ટકાવવો પડે
વિષ હોય કે અમૃત ગટાવવો પડે,
એક શબ્દને સંભાળીને બોલવામાં
કંઈ કેટલો આવેગ અટકાવવો પડે,
સમય શનિનો હોય તો સૂર્યને પણ
અહમને સાવ ઊંધો લટકાવવો પડે,
શિખર જોઈ સાધન ભૂલે ઈ ભ્રાતાને
પહાડથી પાતાળમાં ગબડાવવો પડે,
ને અસુરોનો આતંક વધી જાય ત્યારે
બાવા લંકા જઈ નરેશ ટપકાવવો પડે.
