નાસ્તો
નાસ્તો
1 min
400
લાગણીના લીલવાની કચોરી
ને પડીકે બાંધી પ્રેમની દોરી
ઉપર મંદ મંદ ભીની મુસ્કાન
મઈંથી તીખી ચટપટીને કોરી
શરદની સુસ્ત સુસવાતી સવાર
ને ચુસ્કી મારતી ચ્હાની કટોરી
ગરમ ગાંઠીયા સમુ અખબાર
ને મઈં એજ જૂની વાસી સ્ટોરી
બાવા ભૂખ ભ્રમ બધાના ભાંગે
સંત હોય કે હોય મહંત અઘોરી
