ઝાકમઝોળ ઝરૂખો
ઝાકમઝોળ ઝરૂખો
ઝાકમઝોળ ઝરૂખો, ને નયન નિતરતી નજર,
ઊભી જોવું વાટલડી, ઉરને ખોતરે છે ખંજર,
સાહ્યબો મારો આવશે, મન કરે છે ઝણકાર,
ઊભી જોવું વાટલડી, વિચારે વાગે છે ઝંતર,
મનભરી કરશું મિલાપ, દલડું કરે છે ગણતર,
ઊભી જોવું વાટલડી, મન મનમાંય રટુ મંતર,
આવને અલબેલા, કેવું હવે નજીકનું છે અંતર,
ઊભી જોવું વાટલડી, હવે હું મૂંઝાવું છું અંદર,
"એકદિલ", મન મહેલે બેઠી, દેવાને આવકાર,
ઊભી જોવું વાટલડી, આવ તો કરું હું સત્કાર.

