કરામત
કરામત
1 min
192
ક્યાં છે તું દૂર કુદરત, મને હારોહાર લાગે છે,
કેવી છે ઈ કરામત, મને સારો સંસાર લાગે છે,
તારા નિયમોને અવગણીને જો સામે ચાલુ તો,
કશુંય રહે ન સલામત, મને તારો માર લાગે છે,
કરતો રહ્યો મોજથી, જીવનભર તારી બંદગી,
કરી નથી ખુશામત, તોયે કાં ઉભાર લાગે છે,
કોણ કહે છે, આ જિંદગીના રાહને અટપટો,
ક્યાંય નથી મરામત, રાહ ધારોધાર લાગે છે,
"એકદિલ", સૌને સૌનાં ભાગ્યનું તે આપે છે,
ત્યાં નથી અનામત, ઈ સારો વે'વાર લાગે છે.
