તારી વગર
તારી વગર
વધારે હોય શું ? તારી વગર
એક તું..અને તારી યાદ
મળી જાય તો શબ્દોની કરામત
રક્ત બની દોડે નસ-નસમાં
લખાય તારું જ કાવ્ય
કહે તારી જ પ્રેમકથા
શ્વાસમાં અત્તર બની બળે
તારી દેહની મીઠી સુગંધ,
હૃદય ભીતર હજાર વાર ધબકતું
તારું જ એક નામ,
વધારે હોય શું ? તારી વગર
એક તું અને તારી યાદ
મળી જાય તો શબ્દોની કરામત
નહિતર નિરાશ બની આમતેમ
નદીના કિનારે ખળખળ વહે,
પાણીના હળવે હળવે ઝાલરે
લાગણીના પૂરમાં ઉછળે, રોકાય
તારા નામની જ છબી,
વધારે હોય શું ? તારી વગર
એક તું અને તારી યાદ
રોજ લખું અને રોજ મોકલું
બસ તારા નામના સરનામે
મળી જાય તો શબ્દોની કરામત.