સ્ટાન્ડર્ડ
સ્ટાન્ડર્ડ
આપણો લવ,
હાવડા બ્રીજ જેવો
અડીખમ, મજબૂત છે,
આપણા દિલનું કનેક્શન
સેટેલાઈટ સિગ્નલ જેવું
હાઈસ્પીડ, અનલિમિટેડ છે,
આપણી લાગણીનું વેલ્યુ
પ્યોર ક્વોલિટી જેવું
સ્ટાન્ડર્ડ છે,
આપણી મિટિંગનો પાસવર્ડ
સિક્રેટ કોર્ડ જેવો
સિક્યોર છે.

