તારો સાથ
તારો સાથ


તારો સાથ હંમેશા મને સોહામણો લાગે,
તું રહે દૂર તો એ પળથી મને ડર લાગે,
પ્રેમની પરિભાષામાં પણ જો શબ્દો લાગે,
તું રહે ચૂપ તો પણ મને ખૂબ લાગણી લાગે,
તારા વિના પ્રેમની તસ્વીર અધૂરી લાગે,
તું આપે સાથ તો જિંદગી પણ રંગીન લાગે,
પ્રેમની અભિવ્યક્તિમાં પણ તુજ મને લાગે,
તારો અહેસાસ તો મને મારી પૂજા લાગે,
તારી સાથેનો હર એક સપનું મને પ્યારું લાગે,
મારી જિંદગીના એક એક શ્વાસમાં મને તું લાગે.