તું ના આવી શકી
તું ના આવી શકી
તારી ચાહતમાં હું ફરતો,
તે દીવાનગી હતી મારી,
બાળપણથી તારો દીવાનો,
ખબર હતી દુનિયાને,
તને પણ ખબર હતી,
તું ચાહત હતી મારી,
પ્રેમની પરીક્ષાની હદ,
તું નક્કી ના કરી શકી,
તું પરીક્ષા લેતી ગઈ,
અને હું જાણે જિંદગી આપતો ગયો,
પાસ થવા છતાં હું નાપાસ થયો,
તારા હૃદય સુધી હું પહોંચી ના શક્યો,
પ્રેમનો એકરાર તો કરવો હતો,
પણ તે એકરાર કરવા સમય ના આપ્યો,
જાણું છું હું તારામાં ખાસ છું,
બસ તું તેને શબ્દો રૂપે ના લાવી શકી,
તારી ને મારી જિંદગી આમ જ હતી,
સાથેની ક્ષણો થોડી ભલે હતી,
પણ પ્રેમથી તરબોળ હતી,
બસ કમી તો ત્યાં રહી ગઈ,
જ્યાં હું હતો ત્યાં તું આવી ના શકી.

