બાળપણનો ભાર
બાળપણનો ભાર
રમવાની ઉંમરમાં પેન્સિલ આપી દીધી,
ફરવાની ઉંમરમાં સમયપત્રક આપી દીધું,
દોડવાની ઉંમરમાં ગણિતના નિયમો આપી દીધા,
કૂદવાની ઉંમરમાં ગૃહકાર્યનું ભાર આપી દીધું,
હસવાની ઉંમરમાં હાવભાવનો બોજ આપી દીધો,
મમ્મી પપ્પાને લાડ કરવાની ઉંમરે નોટબુકનો થોકડો આપી દીધો.
આ બધું તો ઠીક પણ આખાય બાળપણની ખુશીઓ લૂંટવાની ઉંમરે,
કડક શિસ્તનો વરસાદ વરસાવી દીધો.
