એક શિક્ષક...હક મારો છે.
એક શિક્ષક...હક મારો છે.
માતા પછી વહાલ વરસાવવાનો હક મારો છે,
પિતા પછી ઠપકો આપવાનો હક મારો છે,
દાદા પછી વાર્તાઓ કહેવાનો હક મારો છે,
દાદી પછી સંસ્કાર આપવાનો હક મારો છે,
મામા પછી ફરવા લઈ જવાનો હક મારો છે,
કાકા પછી વાસ્તવિકતા બતાવવાનો હક મારો છે.
અંધકારમાંથી પ્રકાશમાં લઈ જવાનો હક મારો છે,
સફળતાના શિખરો સર કરાવવાનો હક મારો છે,
બાળકના હૃદય સુધી પહોંચવાનો હક મારો છે.
અને હા, શ્રેષ્ઠ શિક્ષક હોવાનો હક મારો છે.... હક મારો છે.
