તેમના વિના
તેમના વિના
1 min
397
મારા માટે દુનિયા લડી લેતા મારા પપ્પા,
વસ્તુ એક માંગતો પણ ઢગલો કરી દેતા મારા પપ્પા,
હું ખાલી રૂપિયો માંગતો પણ તેનો વરસાદ કરી દેતા મારા પપ્પા,
લાડ કરવાનું કહી સૂઈ જતો પણ વહાલનો સાગર ભરી દેતા મારા પપ્પા,
નાનો ખોબો ભરીને ચોકલેટ માંગતો પણ ચોકલેટનો થપ્પો કરી દેતા મારા પપ્પા,
પણ
આજે
ખાલી ચપટી મીઠું માંગ્યું તો પણ કંઈ ના મળ્યું
તેમના વિના તેમના વિના.
