STORYMIRROR

Dr.virendra dolasia

Romance Others

3  

Dr.virendra dolasia

Romance Others

શણગટ

શણગટ

1 min
192

શણગટ ખોલી રાખ્યાં મેં તો, 

ફોરે અમથું વ્હાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ,

ઝરૂખે ઊભી જોતી રહું, 

મર્દાની એની ચાલ, હો મર્દાની એની ચાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ,


ઘુમટામાં છે મારાં ઓરતા કેટલાં, 

ચમકે છે આભમાં તારલાં જેટલાં,

થાજો સઘળાંયે પૂરાં ને, 

થાઉં હું નિહાલ, હો થાઉં હું નિહાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ,


શણગટ ખોલી રાખ્યાં મેં તો, 

ફોરે અમથું વ્હાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ,


ઘૂંઘટો તાણી લઉં વારે વારે હરખથી, 

મુખડું મલકાય મારું ભારે શરમથી,

વાલમ છે સોનું મારું,

હું તો માલામાલ, સખી હું તો માલામાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ,


શણગટ ખોલી રાખ્યાં મેં તો, 

ફોરે અમથું વ્હાલ,

વાલમે આંખ મારી, મારું મુખડું લાલમ્ લાલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance