STORYMIRROR

Dr.virendra dolasia

Romance Others

4  

Dr.virendra dolasia

Romance Others

શીર્ષક ચુંબકીય આંખો

શીર્ષક ચુંબકીય આંખો

1 min
382

તારી ચુંબકીય આંખો થોડી વશમાં રાખ સાજણા, 

એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.

તારી અણિયાળી ભમ્મરને છેટી રાખ સાજણા, 

એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.


ભાંગતી આ રાત ને કોડ છે કેટલાં,

સોમની સંગાથે છે તારલાઓ જેટલાં.

ભીની રૂપેરી ચાંદનીની લાજ રાખ સાજણા, 

એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.


તારી ચુંબકીય આંખો થોડી વશમાં રાખ સાજણા, 

એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.


ખોલો નહીં ઘૂંઘટો અલબેલા સાજણા, 

લજ્જા મને આવે પેલાં જુએ છે હરણાં.

એ હરણાં પણ પ્રેમે રંગાયા મારી હરણી, 

ના હોં.. એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.


તારી ચુંબકીય આંખો થોડી વશમાં રાખ સાજણા, 

એનાં કામણથી પાણી પાણી થઈ જાઉં રે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance