STORYMIRROR

Dr.virendra dolasia

Others

3  

Dr.virendra dolasia

Others

સૂણો રે સખી

સૂણો રે સખી

1 min
201

મોર બની મનડું ટહુકતું જાયે..

સૂણો રે સખી દલડું ધડકતું જાયે..

મોર બની..


શણગટ મારો ખોલશે સાયબો રસિયો..

અંબર આખું ડોલશે આજ તો સખીઓ..

વાલમની બથમાં મારું તનડું શરમાયે..

મોર બની મનડું ટહુકતું જાયે..


અવર્ણનીય પ્યારો છે સાજણો મારો..

અતિશય કામણગારો છે સલૂણો મારો..

વાલમના વ્હાલે મારું ઉરડું છલકાયે..

મોર બની મનડું ટહુકતું જાયે..


મોર બની મનડું ટહુકતું જાયે..

સૂણો રે સખી દલડું ધડકતું જાયે..

મોર બની.


Rate this content
Log in