ગજબ કુદરત
ગજબ કુદરત
1 min
343
કેવી ગજબ કુદરતની કરામત !
જો વૃક્ષ વાવો તો શાખ શાખ ડોલે છે,
નિત વારિ સિંચો તો કેવું ફૂલેફાલે છે !
કેવી ગજબ કુદરતની કરામત !
આખી દુનિયામાં અહીં એક જ સૂર્ય છે,
રાતનાં અંધારે અહીં એક જ ચંદ્ર છે,
રોજ સૂર્ય ઊગે, રોજ ચંદ્ર દમકે,
નિરભ્ર આકાશે તારલાં ચમકે છે,
કેવો નિત્યક્રમ કુદરતનો છે શાશ્વત !
કેવી ગજબ કુદરતની કરામત !
સાગરમાં ઊઠે મોજાં ને સરોવરે લહેરો,
ઝરણાં મધુર વહે વાયુ સર સર વહેતો,
બેશકિંમતી ખજાનાનો ભરે કોણ પહેરો ?
અજાયબ કુદરતનો જોયો કોણે ચહેરો ?
નદી નાળાં પર્વત કુદરતી વિરાસત,
કેવી ગજબ કુદરતની કરામત !
કેવી ગજબ કુદરતની કરામત !
જો વૃક્ષ વાવો તો શાખ શાખ ડોલે છે,
નિત વારિ સિંચો તો કેવું ફૂલેફાલે છે !
કેવી ગજબ કુદરતની કરામત !
