STORYMIRROR

Masum Modasvi

Inspirational Classics

2  

Masum Modasvi

Inspirational Classics

માઠા કરમના લેખ

માઠા કરમના લેખ

1 min
14.5K


માઠા કરમના લેખની આંધી ચડી હતી,

માથે પડેલી પીડતી વ્યાધિ ખડી હતી.

ચાલતા રહીને એકલા ભરતાં રહ્યાં કદમ,

લાંબી સફરને રોકવા ઠોકર પડી હતી.

બનતા બનાવો આજના મન ડગ મગાવતા,

ચાહ્યો સહારો પામવા આશા અડી હતી.

આગળ વધીને બે કદમ અટકી ઠરી ગયાં,

લગની હ્રદયના ભાવની તારે મઢી હતી.

છેટા રહીને આપતાં છાની ઈશારતો,

મનની ઉમંગો સ્નેહના ફુલે સજી હતી.

સાથે રહીને ચાલવા કરતાં મનામણાં, 

કિંતુ રસમના ભય તણી ચિંતા ભરી હતી.

માસૂમ અગર જો સાંપડે બે પળ મિલન તણા,

નડતી લખેલી ભાગ્યની રેખા મળી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational