Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dina Chhelavda

Romance

4.7  

Dina Chhelavda

Romance

માતૃત્વની મહેક

માતૃત્વની મહેક

1 min
306


મેં ભીતરમાં વ્હાલપની એક પળ વાવી'તી !

મારા ગર્ભમાં કુમળી એક કુંપળ ખીલી'તી !


એ આહલાદક અહેસાસે સજળ ઝુમી'તી !

વરસાદી ઝરમરે એ કેવી સકળ મ્હેંકતી'તી !


રોમાંચક સ્પંદને એના તરબોળ થતી'તી !

ને ઊર્મિના ઝરણામાં ઝબોળ ન્હાતી'તી !


જીવન બાગમાં કમળ પાંદડી ખીલતી'તી !

એના પ્રથમ સ્પર્શે બની વમળ ઘુમતી'તી !


રાતદિન ખ્વાબોમાં એ ખળખળ વહેતી'તી !

ઉદરમાં એની લાતને પળપળ ઝંખતી'તી !


લાગણીની સરવાણી કૈં નિર્મળ ઝરતી'તી !

આવશે તો દીકરી જ..હરપળ ઈચ્છતી'તી !


એના જન્મની ક્ષણને સબળ માણતી'તી !

જાણે પર્ણ પર ઝાકળ બુંદ બની સરતી'તી !


અંગે અંગ વીજળી તો ઝળહળ ચમકી'તી !

મુખડું જોતા જ પીડા પળપળ ઓસરી'તી !


છાતીએ લગાવી વ્હાલે કપાળ ચુમતી'તી !

પારણે પોઢાડવા હાલરડા મજાનાં ગાતી'તી !


અણીયાણી આંખોમાં કાજળ આંજતી'તી !

રુમઝુમતા એના પગરવે હળવું મલકાતી'તી !


સાંજ સવાર મારી લાડકીની પાછળ ફરતી'તી !

એના સંગાથે આ જિંદગી સફળ લાગતી'તી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance