માસ્કભાઈની વિનંતી
માસ્કભાઈની વિનંતી
માસ્કે મમ્મીને કહ્યું મને સૌ કેવાં ખરીદવા 'લાગ્યાં'
કોરોના વાયરસનાં લીધે લોકો હવે કેવાં 'જાગ્યાં' ?
જયાં જુઓ ત્યાં બસ
સૌનાં મોઢાં પર હું 'બંધાયો'
બજારમાં મમ્મી હવે તો
રૂમાલથી પણ હું 'છવાયો'
મોંઢા પર મને જોઈને સૌ પૂંછડી પકડીને 'ભાગ્યાં'
માસ્કે મમ્મીને કહ્યું મને સૌ કેવાં ખરીદવા 'લાગ્યાં'
મમ્મી હજુ કેટલાક લોકો
મારી માનતા નથી 'વાત'
મને મોંઢા પર ના બાંધીને
તેઓ પોતાને મારે 'લાત'
આ કોરોના મમ્મી માણસ જાત પર થયો 'રઘવાયો'
માસ્કે મમ્મીને કહ્યું મને સૌ કેવાં ખરીદવા 'લાગ્યાં'
મમ્મી બજારમાં હું મળવા
લાગ્યો છો અનેક 'રંગમાં'
આજ રૂમાલભાઈ પણ
આવી ગયાં મારા 'સંગમાં'
સૌ લોકોને તું કહેજે મને મોંઢાથી ના કરે 'પરાયો'
માસ્કે મમ્મીને કહ્યું મને સૌ કેવાં ખરીદવા 'લાગ્યાં'