મારું વિશ્વ
મારું વિશ્વ


કુતૂહલ નજરે જો નિહાળું વિશ્ચ આ,
પુસ્તકો સંગાથે ભાળું વિશ્ચ આ,
ચમકતાં ચાંદો સૂરજ આભલામાં,
જગતમાં છે સૌથી નિરાળું વિશ્ચ આ,
કે આ માણસો શાને બન્યા દુશ્મનો?
એ આતંકથી જો સફાળું વિશ્ચ આ,
જે લોહી રેડાયું એ નિર્દોષનું જો,
કલંકિત બન્યું આજે કાળું, વિશ્ચ આ,
એ આશા મનોમન છે ઊંડાણે મારા
ફરીથી બન્યું જો સુંવાળું વિશ્ચ આ !