રાધાની શ્યામ પ્રત્યેની તડપ
રાધાની શ્યામ પ્રત્યેની તડપ


રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે,
રૂદનથી હૃદય મારૂં પીગળી રહ્યું છે,
આકાશે વાદળો ગરજી રહ્યાં છે
હૃદય મારૂં ધબકતુ અટકી રહ્યું છે,
વીજળીના ચમકારા થઈ રહ્યાં છે,
ડરાવીને બાવરી બનાવી રહ્યાં છે,
શીતળ સમીર લહેરાઈ રહ્યો છે,
ભીતરથી અગ્નિ પ્રગટાવી રહ્યો છે,
કોયલ અને મોર ટહુકી રહ્યાં છે,
મનડું તુજને જોવા તડપી રહ્યું છે,
પપીહાં પિયુ પિયુ બોલી રહ્યાં છે
મધુર મિલનની યાદ આપી રહ્યાં છે,
સરિતા ખળળળ વહી રહી છે,
નયનમાંથી અશ્રું ટપકી રહ્યાં છે,
ચારેય દિશાઓ ખીલી રહી છે,
મુજને વેરાન જેવી લાગી રહી છે,
લીલી હરિયાળી હસી રહી છે,
મુજને પાનખર જેવી ભાસી રહી છે,
"મુરલી" ઘર શીદને રિસાઈ ગયો છે,
રાધા તારી મળવા તલસી રહી છે.