STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

3  

Dhanjibhai gadhiya "murali"

Drama

મુજને ગમે છે

મુજને ગમે છે

1 min
167

તારો સાદ સાંભળવો મુજને ગમે છે,

તેમાં સૂર મેળવવો મુજને ગમે છે,


પ્રેમનો પંચમ સૂર તેમાં લગાવીને,

પ્રેમનો તરાનો ગાવો મુજને ગમે છે.


ગુલાબી અઘરો તારા મુજને ગમે છે,

અધરોના શબ્દો મુજને ગમે છે,


તે શબ્દથી ગઝલની રચના કરીને,

પ્રેમની ગઝલ ગાવી મુજને ગમે છે,


નિખરતું યૌવન તારું મુજને ગમે છે, 

યૌવન રસમાં ડૂબવું મુજને ગમે છે,


તે યૌવન રસની શાહી બનાવીને,

પ્રેમની શાયરી લખવી મુજને ગમે છે,


તારા કોમળ હસ્ત મુજને ગમે છે,

તે હસ્તથી જામ પીવો મુજને ગમે છે,


જામ પીને "મુરલી" મદહોશ બનીને,

પ્રેમની મહેફિલ માણવી મુજને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama