Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dhanjibhai gadhiya

Drama

3  

Dhanjibhai gadhiya

Drama

સુંદરતાનો આશિક

સુંદરતાનો આશિક

1 min
224


ન છૂપાવો નજર, તમે હવે મારાથી, 

નજરના તમારા ભાવો, સમજવા છે મારે,

 

ન ઝૂકાવો પાંપણ, શરમાઈને તમે મારાથી,

તમારી સાથે નજરને, મેળવવી છે મારે,

 

સુંદર તમારી સૂરત, મોગરાના ફૂલ જેવી, 

મધુકર બનીને મીઠુ, ગણગણવું છે મારે,


ગુલાબી અધર તમારા, કોમળ પાંખડી જેવા,

કોમળ પાંખડીઓની, મહેક માણવી છે મારે,


મદમસ્ત તમારૂં યૌવન, વસંત જેમ ખીલ્યું છે, 

તે નિખરતા યૌવન રસનું, પાન કરવું છે મારે,


તમારા શ્વાસોની સરગમ, અનુભવી રહ્યો છું,

હૃદય ધડકતા તાલે, તરાના ગાવો છે મારે,


તમારી લટકાળી ચાલે, પાયલ વાગે છે ન્યારી,

એ પાયલનો મધુરો, રણકાર બનવો છે મારે,


દ્વાર હૈયાના ખોલો તો, ભીતર વસી જવું છે,

"મુરલી" માશુકા બનાવી, થનગનવું છે મારે.


Rate this content
Log in