STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

3  

Dhanjibhai gadhiya "murali"

Drama

પ્રેમનો આવકાર

પ્રેમનો આવકાર

1 min
148

વસંત ખીલી છે પ્રેમની તું,

કોયલ બનીને આવી જા,


મધુર ટહુકો કરીને મુજને,

પ્રણય તરાના સંભળાવી જા,


પાનખરને ખૂબ સહી છે મે,

શિતળ સમીર લહેરાવી જા,


પ્રેમ ઉધ્યાનનાં ફૂલોની જેમ,

મદહોશ મહેક પ્રસરાવી જા,


અંધકાર ભરેલા જીવનને,

પૂનમની જેમ અજવાળી જા,


નભમાં ચમકતા તારાની જેમ,

મધુર સ્મિત ફરકાવી જા,


મહેફિલ સજાવું અરમાનોની,

જામ બનીને તું છલકી જા,


મીઠી નજર ચલાવી મુજ પર,

તારા હૃદયમાં સમાવી જા,


હૈયામાં છબી વસે છે તારી

મલ્લિકા બનીને આવી જા,


મદમદતા યૌવનમાં "મુરલી"

મુજને તરબોળ બનાવી જા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama