રિંસાવવાની આદત
રિંસાવવાની આદત
વારંવાર રિસાવવાની,
તારી કાયમની આદત છે,
રિસાયેલાને મનાવવાની,
મારી પણ વિશિષ્ટ રીત છે,
રિસાયેલાને તરછોડવાનું,
મને જરાય ગમતું નથી,
તને મોજમાં કેમ લાવવી,
તેવી મારી પણ કરામત છે,
રિસાવવું હોય તો રિસાઈલે હું,
જરાય નિરાશ થવાનો નથી,
રિસાયેલી તારી સૂરત પણ,
મારા હૃદયમાં સલામત છે,
આમ તો સદાય મારા માટે,
તું પાયલની પટરાણી છો,
રિસાઈ ગયેલી હાલતમાં તું,
પ્રેમનગરની મહારાણી છો,
બે વાસણો હોય ત્યાં ખખડે,
તેવું સૌ કોઈનું કહેવું છે,
રિસાઈને છણકાં સાંભળવા,
કાન મારા હંમેશા તડપે છે,
તારા રિસાવવાનો આલાપ મને,
મધુર રાગ જેવો લાગે છે,
"મુરલી" વગાડું પ્રેમની ત્યારે,
તું રાધા જેમ નાચે છે.
