STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama

3  

Dhanjibhai gadhiya "murali"

Drama

તારી યાદમાં

તારી યાદમાં

1 min
194

તારી યાદમાં ડૂબ્યો હતો ત્યાં,

અચાનક તું આજે આવી ગઈ,


સુમસામ ભરેલા આ ઘરનું તું,

વાતાવરણ ચેતન બનાવી ગઈ,


મારા હૈયામાં વિરમી ગયેલી,

પ્રેમ જ્યોતને પ્રગટાવી ગઈ,


ધોમધગતી આ ગરમીમાં તું,

શીતળ સમીર લહેરાવી ગઈ,


મુજ પર તિરછી નજર નાખીને, 

નજરના જામ છલકાવી ગઈ,


મનમંદિરમાં પોઢેલા મયુરને,

ત્ ત્ થૈ ત્ ત્ થૈ નચાવી ગઈ,


સપનામાં નિરખતો હું તુંજને, 

સપનાને હકીકત બનાવી ગઈ,


અધરોથી સ્મિત રેલાવીને મારા,

હૃદયના તાર ઝણકાવી ગઈ,


હૂંફાળા શ્વાસ લહેરાવીને મારા

રોમરોમ વીજળી ફેલાવી ગઈ,


મધુર સ્વરે બોલાવીને મુજને,

પ્રેમનો તરાનો ગવડાવી ગઈ,


દોડી આલિંગન આપી "મુરલી"

યૌવનની મહેક પ્રસરાવી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama