STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Inspirational

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Inspirational

સાંભળ અરજી મારી તું

સાંભળ અરજી મારી તું

1 min
181

સાંભળ અરજી મારી તું,

શ્યામ શ્યામ શ્યામ.

શા માટે મારાથી દૂર તું,

શ્યામ શ્યામ શ્યામ.... સાંભળ અરજી...


યુગો યુગોથી શોધું તુંજને. દિવસ રાત સારી,

કેમ થયો તું દૂર મારાથી, દઈને હાથતાળી.

ન તડપાવીશ મુજને તું,

શ્યામ શ્યામ શ્યામ.... સાંભળ અરજી.....


તારૂ સુંદર મુખડું જોવા, પળે પળે હું તલસુ,

તુજને મળવાને માટે હું, કુંજ ગલીમાં ભટકું. 

મારી એવી તે કઈ ભૂલ,

શ્યામ શ્યામ શ્યામ..... સાંભળ અરજી.....


મનમાં તારી યાદ આવતા, હૈયું મારૂં ધડકે,

તારા આવવાના અણસારે, પાંપણ મારી પલકે.

મારી આંખોથી કેમ દૂર,

શ્યામ શ્યામ શ્યામ....... સાંભળ અરજી....


જન્મ જન્મની દાસી હું તારી, પ્રીત તુંજ સંગ બાંધી,

હું છુ તારી પ્રેમ દિવાની, સંભળાવ "મુરલી" તારી.

હવે દર્શન દઈ દે તુંં,

શ્યામ શ્યામ શ્યામ...... સાંભળ અરજી.....


Rate this content
Log in

Similar gujarati poem from Drama