STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમના ફરિશ્તા

પ્રેમના ફરિશ્તા

1 min
157

જિંદગીની આ એકલતામાં,

અચાનક તમે મળી ગયા,


અમાસની આ રાત્રીને પણ,

પૂનમની જેમ ચમકાવી ગયા,


તમારૂ સુંદર મુખ મે જોતાં,

મધુર સ્મિત ફરકાવી ગયા,


તમારી તીરછી નજર મારા, 

હ્રદયની ધડકન વધારી ગયા,


મધુર ટહુકાથી બોલાવી મુજને,

મનનાં મોરને નચાવી ગયા,


પ્રેમભર્યા ઈશારા કરીને,

પ્રણયના તાર ઝણકાવી ગયા,


સોનેરી ખીલેલી આ સંધ્યામાં,

પ્રેમની શરણાઈ વગાડી ગયા,


સરિતા પ્રેમની વહાવી મુજ પર,

પ્રેમથી તરબોળ કરી ગયા,


તમારા હૂંફાળા સ્પર્શથી મારા,

રોમ રોમ લહેરાઈ ગયા,


સ્નેહથી હાથ ઝાલીને "મુરલી"

પ્રેમના ફરિશ્તા બની ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama