STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Others

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Others

પ્રેમના પંખી

પ્રેમના પંખી

1 min
178

હું અને તું બન્ને પ્રેમના પંખી,

બાવરા બની ઊડ્યા કરીએ,


સુંદર ખીલેલી સંધ્યા સંગે,

મધુર પળોને માણ્યાં કરીએ,


વસંતમાં ટહુકતી કોયલને જેમ,

મીઠા તરાના ગાયા કરીએ,


મહેકતા પ્રેમના સુંદર ઉધ્યાનમાં,

મધુકર જેમ ગુંજ્યા કરીએ,


પ્રેમના વહેતા ઝરણાંના નાદમાં,

હ્રદયનો તાલ મેળવ્યા કરીએ,


પ્રેમના રસનું પાન કરીને,

પ્રેમ પ્રવાહમાં વહ્યા કરીએ,


ઝરમર વરસતી પ્રેમ વર્ષામાં,

મન મુકીને નાચ્યા કરીએ,


એક બીજાની પ્રેમ ભરી હૂંફમાં,

ધાયલ બની ભાન ભૂલ્યા કરીએ,


માનવ દેહ અદૃભૂત મળ્યો છે,

પ્રેમને વફાદાર રહ્યાં કરીએ,


પ્રેમનો રસ અનમોલ છે "મુરલી"

પરમ આનંદમાં ડૂબ્યા કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama