STORYMIRROR

Pallavi Oza

Drama

3  

Pallavi Oza

Drama

મત કર અભિમાન

મત કર અભિમાન

1 min
157

આપ્યું રૂપ ઈશ્વરે નાજુક છે તું અપાર,

જોબન ચાલી જશે તારૂં મત કર અભિમાન,


રાજા હોય કે રંક ઘડીકનો તે બાદશાહ,

કાલ ધૂળમાં મળી જશે મત કર અભિમાન,


દોલત હોય કે શોહરત પાસે છે તે પળભર,

કબરમાં સાથ નહીં તેનો મત કર અભિમાન,


છોકરાં તમારા એન્જિનિયર હોય કે ડૉક્ટર,

એક દિન છોડી જવાના મત કર અભિમાન,


તારા લહેરાતા સુગંધીદાર કાળા કેશ,

ધોળા થઈ જવાના મત કર અભિમાન,


મંદિર જાય પંડિત મૌલવી જાય મસ્જિદ,

ધર્મ તો બધા સરખા મત કર અભિમાન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama