STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

નજરના જામ

નજરના જામ

1 min
210

છલકાવો જામ નજરના મુજ પર,

ભીંજાઈને તરબોળ બનવુંં છે,


ઈશારો કરો પ્રેમથી મુજ પર,

ધાયલ થઈ હૃદયમાં વસવું છે,


વરસાવી દો યૌવન રસ મુજ પર,

ભ્રમર બનીને પાન કરવું છે,


પ્રસરાવો કોમળ હસ્ત મુજ પર,

સ્નેહની સરિતામાં ડૂબવું છે,


ચીપકાવો અધરની લાલી મુજ પર,

પ્રેમની લાલીથી રંગાવું છે,


ફેલાવો પ્રેમની જ્વાળા મુજ પર,

દર્દથી દિવાનો બનવું છે,


ઊડાડો પ્રેમના પુષ્પો મુજ પર,

મહેકથી મદહોશ બનવું છે,


"મુરલી" વિશ્વાસ કરજો મુજ પર,

મનના મનોરથ ઉજવવા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama