કબૂલ કરવા તૈયાર છું
કબૂલ કરવા તૈયાર છું
ગુનો કર્યો છે તને પ્રેમ કરવાનો,
કબૂલ કરવા હું તૈયાર છું,
હાજર થયો છું પ્રેમની અદાલતમાં,
સજા ભોગવવા હું તૈયાર છું,
સજા અપાવજે આજીવન કેદની,
તેને સ્વીકારવા હું તૈયાર છું,
પ્રેમનો તંતુ બાંધ્યો છે તુજ સંગ,
જંજીરો પહેરવા હું તૈયાર છું,
દિલથી પ્રેમ કર્યો છે તુજ સંગ,
જુલ્મો સહેવા હું તૈયાર છું,
પ્રેમના જખ્મોનો ઈલાજ પણ તારા,
હસ્તે કરાવા હું તૈયાર છું,
તારા પ્રેમમાં દિવાનો થઈને,
દુનિયા પડકારવા હું તૈયાર છું,
"મુરલી" તારો પ્રેમ હરપળ પામવા,
કેદમાં તડપવા હું તૈયાર છું.