STORYMIRROR

Mrudul Shukla

Drama

3  

Mrudul Shukla

Drama

આવને સખી ધાબે

આવને સખી ધાબે

1 min
127

ઊડે રંગબેરંગી પતંગ આસમાને આજે,      

આવ ને સખી તું જોવાને ધાબે,                        


ઊડે આજે સપના આપડા આસમાને,        

આવને સખી તું જોવાને ધાબે,            


છોરો ને છોરી આજે બંને છે ધાબે,

પ્રેમનો પતંગ આજે ઊડશે આસમાને,    

આવને સખી તું જોવાને ધાબે,               


વાટ જોઈ હુંં તો થાક્યો,              

અરમાનોની દોરી ને પ્રેમનો પતંગ હું લાવ્યો   

આવને સખી તું જોવાને ધાબે,           


મૃદુલ મન આજે ચગ્યું આસમાને,    

પેચ લડાવી તારી આંખોથી તરસ્યું આજે, 

આવને સખી તું જોવાને ધાબે,                


કપાય જો મારા દિલનો પતંગ આજે,                   

થામી લેજે તારે હાથે,                      

આવને સખી તું જોવાને ધાબે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama