Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya

Drama

3  

Dhanjibhai gadhiya

Drama

પ્રેમની કિંમત

પ્રેમની કિંમત

1 min
233


હું છું તારા પ્રેમમાં પાગલ,

કેમ તું મને સમજતી નથી ?

હોઠો પર સદાય નામ છે તારું,

કેમ તુંં તેને અનુભવતી નથી ?


તારા માટે તડપી રહ્યો છું,

કેમ તું મને મળતી નથી ?

વાયદા કરે છે રોજ મળવાના,

કેમ તું તેને પાળતી નથી ?


વાટ જોઉં છું રાત દિન તારી,

કેમ તું પ્રેમ સ્વીકારી નથી ?

સંદેશા મોકલી થાકી ગયો છું,

કેમ તું તેને વાંચતી નથી ?


હૃદયથી પ્રેમ કરું છું તુજને,

કેમ તું દરકાર કરતી નથી ?

રહેવા દે હવે રમત રમવાની,

કેમ તું પાસ આવતી નથી ?


ન તરસાવ હવે તું મુજને,

કેમ તું તરસ બુઝાવતી નથી ? 

દ્વાર હૃદયના ખુલ્લા છે "મુરલી"

કેમ તું હૃદયમાં વસતી નથી ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama