STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Others

મારું કાલ્પનિક વિશ્વ

મારું કાલ્પનિક વિશ્વ

1 min
206

હૃદયની વિરાન ધરા પર ખડું કર્યું મે મારું કાલ્પનિક વિશ્વ,

વાસ્તવિકતાથી જોજનો દૂર છે મારું આ કાલ્પનિક વિશ્વ,

સ્વર્ગ જેવું સુંદર મારું કાલ્પનિક વિશ્વ,

વાસ્તવિકતાથી હારી જાઉ છું હતાશ થઈ જાઉં છું,

ત્યારે કાલ્પનિક દુનિયા સજાવી લઉં છું,


સ્વર્ગથી પણ સુંદર છે આ મારું કાલ્પનિક વિશ્વ,

રંગબેરંગી ફૂલો અહી કળીઓ સાથે કરે છે ગુફ્તગુ,

આ ફૂલ કરે છે ખુશ્બુને વ્હાલ,

ના કોઈ કરે એકબીજાને સવાલ,

કેવું સુંદર અને રળિયામણું છે મારું આ વિશ્વ,


ના કોઈ પ્રશ્નો ના કોઈ કોયડા,

ના દુઃખ ના ગમ ના આંસુ છે,

અહી તો બસ વિચારો એ સાચું છે,

મેઘધનુષ્યના સપ્તરંગી શમણાંઓ અહી,

વાદળી પણ કરે અહી હેતની હેલી,

સુખ શાંતિ અને સૂકું જોને ખખડાવે મારી ડેલી,

ફૂલો એ જાણે કાઢી છે રેલી,

સૂરજની કિરણ પણ હરખે હરખે આવે છે વહેલી,

પ્રકૃતિ જાણે વરસાવે હેતની હેલી,

પણ આ હૃદય પૂછે વારંવાર આ જીવનની પહેલી,


ના ગમ ના દુઃખ,

ના હતાશા ના ઉદાસી છે,

અહી ચારો તરફ હરિયાળી છે,

ના પ્રશ્ન ના કોયડાઓ છે ના કોઈ સમસ્યા છે,

ના કોઈ ગેર ના કોઈ પરાયા છે,

મારા વિશ્વમાં બસ સૌ પોતાના છે,


પળમાં રચાતું ને પળમાં જ તૂટી જતું,

મારું આ કાલ્પનિક વિશ્વ,

ક્યારેક આકાશની તો ક્યારેક

દરિયાની,

સફર કરાવતું આ કાલ્પનિક વિશ્વ,

તો ક્યારેક વાસ્તવિક ધરતી પર કદમ લડખડાવતી આ સફર,

ક્યારેક પતઝડમાં પણ હૃદયની ધરાને હરિયાળી બક્ષતી,

તો ક્યારેક વસંતમાં પણ વિરાનને ઉજ્જડ બનાવી દેતી આ સફર,

ખબર છે મૃગજળ જેવી છે આ સફર,

તોયે આ મરકટ મન ક્યાં માને હરી ફરી ને જાય આભાસી દુનિયામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy